વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી છતાં ૮૩ શેરો પર ભરોસો કાયમ, ૨૮ અબજ ડોલર પાછા ખેંચ્યા પછી પણ સાથ ન છોડ્યો

વિદેશી રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ભારતીય શેરબજારમાંથી આશરે ૨૮ અબજ ડોલર (આશરે ૨.૩૫ લાખ કરોડ રૂપિયા)નું ઐતિહાસિક ફંડ પાછું ખેંચી લેવા છતાં, સ્થાનિક કંપનીઓ પરથી તેમનો ભરોસો સંપૂર્ણપણે ઉઠ્યો નથી. સપ્ટેમ્બર ક્વાર્ટરના તાજેતરના શેરહોલ્ડિંગ આંકડા દર્શાવે છે કે, બજારના આ ભયંકર વેચવાલીના દબાણ વચ્ચે પણ વિદેશી ભંડોળોએ એલઆઈસી, ઓએનજીસી અને વેદાંતા સહિત દેશની ૮૩ અગ્રણી કંપનીઓમાં પોતાની હિસ્સેદારી મજબૂત રાખી છે અથવા સતત વધારી છે.
વૈશ્વિક પડકારો અને મોંઘા વેલ્યુએશનના બહાના હેઠળ આખા બજારમાંથી પલાયન થઈ રહેલા વિદેશી રોકાણકારોની આ ચોક્કસ પસંદગી સાબિત કરે છે કે, તેઓ સમગ્ર ભારતીય બજારથી દૂરી નથી બનાવી રહ્યા પરંતુ મજબૂત બિઝનેસ મોડલ ધરાવતા ચુનંદા શેરોમાં લાંબા ગાળા માટે મોટો દાવ રમી રહ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના શેરહોલ્ડિંગ આંકડાના આધારે તૈયાર કરાયેલી યાદીમાં ૮૩ કંપનીઓ એવી છે, જેમાં વિદેશી રોકાણકારોએ પાછલા ચાર ક્વાર્ટર દરમિયાન સતત રસ દાખવ્યો છે. તેમાં એલઆઈસી, ઓએનજીસી, બીએચઈએલ, ઇન્ડિયન બેન્ક અને આદિત્ય બિરલા કેપિટલ જેવા મોટા નામો સામેલ છે.
એફપીઆઇની સતત વેચવાલી
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઇએ ભલે ભારતીય શેરબજારમાંથી મોટી રકમ પાછી ખેંચીને વેચવાલીનું દબાણ ઊભું કર્યું હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતીય કંપનીઓ પરથી તેમનો ભરોસો સંપૂર્ણપણે ઉઠી ગયો છે.
આશરે ૨૮ અબજ ડોલરની વેચવાલી છતાં વિદેશી રોકાણકારોએ ૮૩ શેરોમાં પોતાની હિસ્સેદારી જાળવી રાખી છે. આ સંકેત આપે છે કે બજારમાં વેચવાલી વચ્ચે પણ કેટલીક કંપનીઓને લઈને વિદેશી રોકાણકારોનો લોન્ગ ટર્મ (લાંબા ગાળાનો) દ્રષ્ટિકોણ સકારાત્મક બનેલો છે.
કઈ કંપનીઓ પર વધ્યો વિદેશી રોકાણકારોનો ભરોસો?
સપ્ટેમ્બર ક્વાર્ટરના શેરહોલ્ડિંગ આંકડાના આધારે તૈયાર કરાયેલી યાદીમાં ૮૩ કંપનીઓ એવી છે, જેમાં વિદેશી રોકાણકારોએ પાછલા ચાર ક્વાર્ટર દરમિયાન સતત રસ દાખવ્યો છે. તેમાં એલઆઈસી, ઓએનજીસી, બીએચઈએલ, ઇન્ડિયન બેન્ક અને આદિત્ય બિરલા કેપિટલ જેવા મોટા નામો સામેલ છે.
આ ઉપરાંત વિદેશી રોકાણકારોએ એએએ ટેક્નોલોજીસ, વર્ચ્યુઓસો ઓપ્ટોઇલેક્ટ્રોનિક્સ, એકવાયલોન નેક્સસ, ગુજરાત એનર્જી, શૈલી એન્જિનિયરિંગ, સાઉથ ઇન્ડિયન બેન્ક, હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ, મિડવેસ્ટ એનર્જી, નિબે, જીએમઆર એરપોર્ટ્સ, ડીસીબી બેન્ક, ડેક્કન સિમેન્ટ્સ, અબાન ફાઇનાન્સિયલ સર્વિસીસ, વેદાંતા અને થાઇરોકેર ટેક્નોલોજીસ. જેવી કંપનીઓમાં પણ પોતાની હિસ્સેદારી વધારી છે.
આ પાંચ લાર્જકેપ સ્ટોકમાં સતત વધારી હિસ્સેદારી
લાર્જકેપ કંપનીઓમાં વિદેશી રોકાણકારોના રસના સંદર્ભમાં લ્યુપિન, સેઇલ, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બાયોકોન અને એબોટ ઇન્ડિયા ખાસ છે. આ પાંચેય કંપનીઓમાં એફપીઆઈ એફપીઆઇએ સતત ચાર ક્વાર્ટર સુધી પોતાની હિસ્સેદારી વધારી છે.
આ બાબત દર્શાવે છે કે વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં કેટલીક કંપનીઓને લઈને તેમનો ભરોસો બનેલો છે. જોકે, માત્ર એફપીઆઇની હિસ્સેદારી વધવાને જ કોઈ શેરમાં રોકાણનો સંકેત ન માનવો જોઈએ. કંપનીની નાણાકીય સ્થિતિ, વેલ્યુએશન અને કારોબારની સંભાવનાઓનું આકલન કરવું પણ જરૂરી છે.
૨૮ અબજ ડોલરની વેચવાલી કેમ થઈ?
જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરોમાં આશરે ૨૮ અબજ ડોલરની વેચવાલી કરી. તેની પાછળ ઘણા કારણો રહ્યા. ભારતીય શેરબજારનું મોંઘું વેલ્યુએશન, કંપનીઓના નબળા પરિણામો, વૈશ્વિક વેપારને લઈને અનિશ્ચિતતા અને ભૌગોલિક-રાજકીય તણાવે વિદેશી રોકાણકારોની ધારણાને પ્રભાવિત કરી.
આ ઉપરાંત કાચા તેલની વધતી કિંમતો અને મોંઘવારીની ચિંતાએ પણ વિદેશી રોકાણકારોના વલણને પ્રભાવિત કર્યું. ભારતના રાજકોષીય અને બાહ્ય આર્થિક સંતુલનને લઈને ચિંતાઓ પણ તેમની સાવચેતીનું કારણ બની. વિદેશી રોકાણકારોને ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા મોટા રોકાણની તકોની મર્યાદિત ઉપલબ્ધતા પણ સાલી.
એએએ ટેકનોલોજીસમાં સૌથી વધુ વધી વિદેશી હિસ્સેદારી
શેરહોલ્ડિંગના આંકડા અનુસાર સપ્ટેમ્બર ક્વાર્ટર એટલે કે બીજા ક્વાર્ટરમાં એએએ ટેકનોલોજીસમાં વિદેશી રોકાણકારોની હિસ્સેદારીમાં સૌથી વધુ ૩૬.૮૩ ટકાનો વધારો નોંધાયો હતો. આ સમયગાળામાં એફપીઆઈની આ સૌથી મોટી હિસ્સેદારી વૃદ્ધિ રહી.
જોકે, તાજેતરના દિવસોમાં વિદેશી રોકાણકારોનું વલણ બદલાતું જોવા મળ્યું છે. પાછલા આશરે બે સપ્તાહમાં તેઓ ભારતીય શેરબજારમાં ફરીથી ખરીદદાર બન્યા છે. આનાથી સંકેત મળે છે કે અગાઉની ભારે વેચવાલી પછી વિદેશી મૂડીનો પ્રવાહ ધીમે-ધીમે પાછો ફરી રહ્યો છે.
રોકાણકારો માટે શું સંકેત છે?
એફપીઆઈની સતત વેચવાલી વચ્ચે ૮૩ કંપનીઓમાં તેમની જળવાઈ રહેલી દિલચસ્પી બજારનું એક બીજું ચિત્ર બતાવે છે. વિદેશી રોકાણકારો આખા ભારતીય બજારથી એકસાથે અંતર નથી બનાવી રહ્યા, પરંતુ પસંદગીની કંપનીઓમાં રોકાણ જાળવી રાખે છે અને કેટલીકમાં હિસ્સેદારી વધારી પણ રહ્યા છે.
તેથી રોકાણકારો માટે માત્ર એફપીઆઈની કુલ ખરીદ-વેચાણ જોવી પૂરતી નથી. એ સમજવું પણ જરૂરી છે કે વિદેશી રોકાણકારો કઈ કંપનીઓમાં સતત રોકાણ વધારી રહ્યા છે. જોકે, કોઈ શેરમાં એફપીઆઈની વધતી હિસ્સેદારી પોતાની રીતે ભવિષ્યમાં વધુ સારા રિટર્નની ગેરંટી નથી.





