VIDEO: UPSC સિવિલ સેવા 2025નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રીએ મેળવ્યું પહેલું સ્થાન

સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે UPSC સિવિલ સેવા 2025નું ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત

સોર્સ: GSTV

સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે UPSC સિવિલ સેવા 2025નું ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત્રીએ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પહેલું સ્થાન મેળવ્યું છે. અનુજ બાદ રાજેશ્વરી સુવે બીજો તો આકાંશ ધૂલશીર્ષે ત્રીજો ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. ટોપ 10માં 3 મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ આ વખતે પણ જળવાયું છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઈટ upsc.gov.in તેમજ upsconline.nic.in પર જોઈ શકાશે.

ટોપ 10 સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી

1: અનુજ ગ્નિહોત્રી

જાહેરાત

2: રાજેશ્વરી સુવે એમ

3: આકાંશ ધૂલ શીર્ષ

4: રાઘવ ઝુનઝુનવાલા

5: ઈશાન ભટનાગર

6: જીનિયા અરોરા

7: એ આર રાજા મોહદ્દીન

8: પક્ષલ સેક્રેટરી

9: આસ્થા જૈન 

10: ઉજ્જવલ પ્રિયાંક

UPSC રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ

  • સૌ પ્રથમ UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર જમણી બાજુએ અથવા 'Examination' ટેબમાં 'Final Results' અથવા 'Written Results' નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
  • ત્યાં વિવિધ પરીક્ષાઓના નામ હશે (જેમ કે Civil Services Examination). તમારે જે પરીક્ષાનું પરિણામ જોવું હોય તેની લિંક પર ક્લિક કરો.
  • રિઝલ્ટ સામાન્ય રીતે PDF ફોર્મેટમાં હોય છે. લિંક પર ક્લિક કરતા જ એક PDF ફાઈલ ખુલશે જેમાં પાસ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર હશે.
  • PDF ફાઈલ ખુલી જાય પછી, જો તમે મોબાઈલમાં હોવ તો 'Search' આઈકન પર અને જો કોમ્પ્યુટર પર હોવ તો Ctrl + F દબાવીને તમારો રોલ નંબર અથવા નામ ટાઈપ કરો.
  • ફાઈનલ રિઝલ્ટ જાહેર થયાના થોડા દિવસો પછી UPSC ઉમેદવારોના વ્યક્તિગત માર્કસ જાહેર કરે છે, જે તમે તમારા લોગિન આઈડી (Registration ID) દ્વારા જોઈ શકો છો.

2025ના મે મહિનામાં યોજાઈ હતી પરીક્ષા

UPSC સિવિલ 2025ની પરીક્ષા 25 મે 2025ના રોજ યોજાઈ હતી, જે બાદ 22 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધી મુખ્ય પરીક્ષા તો 27 ફેબ્રુઆરી 2026ના પર્સનાલિટી ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યુ પૂર્ણ થયા હતા. જે બાદ આજે 6 માર્ચના રોજ ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

  • ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, I.A.S. - 180
  • ઈન્ડિયન ફોરેઈન સર્વિસ, I.F.S. - 55
  • ઈન્ડિયન પોલીસ સર્વિસ, I.P.S. - 150
  • Central Services Group 'A' - 507
  • Group 'B' Services - 195

કુલ 258 ઉમેદવારોનું વેઈ ટિંગ/રિઝર્વ લિસ્ટમાં

  • General: 129
  • EWS: 26
  • OBC: 86
  • SC: 08
  • ST: 06
  • PwBD: 03

આ સમાચાર શેર કરો

જાહેરાત