Video: અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે નૂતન વર્ષાભિનંદન સમારોહ યોજાયો: CM ભુપેન્દ્ર પટેલે નાગરિકોને પાઠવી સાલ મુબારક

સોર્સ: gstv

અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે શહેરીજનો માટે નૂતન વર્ષાભિનંદન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ મંત્રીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ પરમાર સહિત ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જ સાધુ-સંતોએ પણ મુખ્યમંત્રીને નવા વર્ષના પાઠવી આશીર્વાદ આપ્યા હતા, જ્યાં CM પટેલે શહેરીજનો અને કાર્યકર્તાઓ સાથે પરસ્પર સ્નેહ મિલન યોજી નવા વર્ષની મંગળકામનાઓ વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત