Video: ડિજિટલ યુગમાં પણ ભરૂચમાં ઝળહળી સંસ્કૃતિ: રંગોળીઓ દ્વારા શ્રીરામ પ્રત્યેની અગાધ આસ્થા યુવા પેઢીએ વ્યક્ત કરી

ભરૂચના નવી વસાહત વિસ્તારમાં ઠેર-ઠેર ઘરના આંગણે કલાત્મક અને આકર્ષક રંગોળીઓ સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે. ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણજીનું પોતાના ઘરે પણ આગમન થાય તેવી દિવ્ય મનોકામના સાથે આજની આધુનિક યુવા પેઢી દ્વારા સુંદર રંગોળીઓ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના આજના આધુનિક યુગમાં પણ યુવાનોએ પોતાની સંસ્કૃતિ, સનાતન આસ્થા અને વર્ષો જૂની પરંપરાને ભૂલી નથી, પરંતુ તેને પૂરા ઉત્સાહથી જીવંત રાખીને સૌનું મન મોહી લીધું છે.
જાહેરાત






