Video: છ મહિનાથી કવાંટથી ખાટીયાવાંટ ચોકડી સુધીના રસ્તાની ધીમી કામગીરીથી 40 ગામો પરેશાન

છોટાઉદેપુરના કવાંટથી ખાટીયાવાંટ ચોકડી સુધીના 15 કિલોમીટરના રસ્તાને પહોળો કરવાની કામગીરી સ્થાનિક લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે. સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા કરોડોના ખર્ચે મંજૂર કરાયેલા આ કામમાં છેલ્લા છ મહિનાથી ગોકળગતિએ કામગીરી ચાલી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રસ્તા પર પાથરવામાં આવેલા મેટલનું યોગ્ય રોલિંગ અને પાણીનો છંટકાવ ન કરાતાં પથ્થરો છૂટા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને નુકસાન થઈ રહ્યું છે. રસ્તા પરથી પસાર થતાં વાહનોને કારણે ઉડતી ધૂળથી આસપાસનાં 40થી વધુ ગામોના લોકો પરેશાન છે, જ્યારે ધૂળ અને મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે.
જાહેરાત








