Video: જૂનાગઢના કેશોદમાં માંગરોળ રોડ પર ૧૦૮ એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત: પૂરપાટ ઝડપે જતી એમ્બ્યુલન્સ રસ્તા નીચે ઉતરી જતા ડ્રાઇવર અને ડોક્ટર ઇજાગ્રસ્ત થયા

મળતી માહિતી મુજબ, ખીરસરા ગામે અકસ્માતના એક દર્દીને સારવાર અર્થે લાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. તે દરમિયાન અચાનક રસ્તા પર શ્વાન આડું ઉતરી જતાં એમ્બ્યુલન્સના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને લીધે એમ્બ્યુલન્સ બેકાબૂ બનીને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સમાં સવાર પાઇલટ એટલે કે ડ્રાઇવર અને તબીબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ઇમરજન્સી ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત








