Video: દિવાળીએ ચાંદણકી ગામમાં દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશમાં રહેતા પરિવારો એકઠા થયા

મહેસાણાના બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ દિવાળી વેકેશનમાં શહેરીજનોની હાજરીથી ઉભરાઈ ગયું છે. શહેરોની ભાગદોડભરી જિંદગી અને વ્યસ્ત સમયપત્રક વચ્ચે દિવાળી વેકેશન પરિવાર સાથે મિલનનું માધ્યમ બન્યું છે. હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોને બદલે હવે લોકો પોતાના વતનના ગામડાઓમાં વેકેશન માણવાનું પસંદ કરી રહ્યા છે. ચાંદણકી ગામમાં દેશ-વિદેશમાં રહેતા પરિવારો એકત્રિત થયા છે અને ત્રણ દિવસ સુધી સવાર-સાંજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો એકસાથે રહીને ગામડાની ખુલ્લી હવા અને પારિવારિક માહોલનો આનંદ માણી રહ્યા છે. વર્ષોથી એકબીજાથી દૂર રહેતા પરિવારજનોના મિલનથી ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નવી પેઢીને પણ ગામડાની સંસ્કૃતિ, સંબંધો અને વેકેશનની સાચી મજા માણવાનો અવસર મળી રહ્યો છે.
જાહેરાત







