Video: બહુચરાજી શક્તિપીઠમાં નૂતન વર્ષ નિમિત્તે મા બહુચરને સોનાની થાળીમાં રાજભોગ

બહુચરાજી શક્તિપીઠમાં નૂતન વર્ષના પવિત્ર અવસરે મા બહુચરને સોનાની થાળીમાં વિશેષ રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ગાયકવાડ શાસનકાળથી ચાલી આવતી પરંપરા મુજબ વર્ષમાં માત્ર બે વખત દિવાળી અને બેસતા વર્ષે માતાજીને સોનાનાં વાસણોમાં રાજભોગ અર્પણ કરવામાં આવે છે. વડોદરાના રાજવી ગાયકવાડ દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવેલી સોનાની થાળી, વાટકા અને ચમચી સહિતનાં વાસણોનું કુલ વજન આશરે દોઢ કિલો છે. આ સુવર્ણ થાળીમાં પૂરી, પાપડ, ભજીયાં, ટોપરાપાક, લાડુ, વિવિધ શાક, દાળ-ભાત અને ખીર સહિતની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભક્તોએ સોનાની થાળીમાં ધરાવાયેલા રાજભોગ અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જાહેરાત








