Video: રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે હાર્ટ એટેકથી 35 વર્ષીય યુવાનનું મોત

રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે જ એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 35 વર્ષીય મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે બપોરથી તેમને છાતીમાં દુખાવો થતો હતો, જેને પગલે ECG કરાવવામાં આવ્યો હતો, જોકે રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. મોડી રાત્રે ફરી છાતીમાં દુખાવો ઉપડતાં 108ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. હાલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકને પાંચ વર્ષનો પુત્ર છે અને યુવાનના અકાળે મોતથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.
જાહેરાત








