Video: વીરપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામા: ખેડૂતોમાં ભયનો માહોલ

રાજકોટ વીરપુરના ગ્રામ્ય પંથક હેઠળ આવતા કાગવડ અને ખંભાલીડા ગામ વચ્ચેના સીમ વિસ્તારમાં ત્રણ સિંહ આવી ચડતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સીમ વિસ્તારમાં લટાર મારતા સિંહ પરિવારનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેતરોમાં સિંહોની સતત અવરજવરના કારણે સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં ચિંતા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની સુરક્ષા અને માલધારીઓની સલામતીને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા સિંહોની હિલચાલ પર તાકીદે નજર રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જાહેરાત








