Video: સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝમીરનો સ્પષ્ટ સંદેશ: નવા વર્ષમાં અસામાજિક તત્ત્વો સામે 'ગુજસીટોક' અને 'પાસા' હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે

પોલીસ કમિશનરે પાછલા વર્ષની સફળ વ્યૂહરચનાને આગળ ધપાવીને શહેરને ગુનામુક્ત રાખવા માટે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. શરીર અને મિલકત વિરુદ્ધના ગુના આચરતા તત્ત્વો સામે 'ગુજસીટોક' તથા 'પાસા' જેવા કડક કાયદાઓનો સૂરત પોલીસ દ્વારા સઘન ઉપયોગ ચાલુ રહેશે. સાથે જ, ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પોક્સો હેઠળ તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરાશે. યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન વધુ વેગવંતુ બનશે અને ગુનેગારો સામે કોઈ જ બાંધછોડ કરાશે નહીં.
જાહેરાત








