Video: નૂતન વર્ષે વૈષ્ણવ મંદિરોમાં ૧૫૧થી વધુ વ્યંજનોનો અન્નકૂટ ધરાવાયો, દર્શનાર્થે ઉમટ્યા ભક્તો

વડોદરામાં નૂતન વર્ષના શુભ પર્વે શહેરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ખાસ કરીને શહેરના વૈષ્ણવ મંદિરોમાં ઠાકોરજીને મનોહર શણગાર સજી ૧૫૧થી વધુ ભાત-ભાતના વ્યંજનોનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ભાવિક ભક્તોએ પ્રભુના દિવ્ય દર્શન કરી પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભજન-કીર્તન અને મંત્રોચ્ચારના નાદ સાથે વડોદરાવાસીઓએ વિક્રમ સંવત ૨૦૮૩ના નવા વર્ષનો પ્રારંભ અત્યંત ભક્તિમય અને હર્ષોલ્લાસભર્યા માહોલમાં કર્યો હતો.
જાહેરાત








