Video: પૂર્વીય બલ્ગેરિયાના A1 હાઈવે પર ગાઢ ધુમ્મસમાં 50 વાહનો અથડાયા, 11 લોકોનાં મોત અને 50 લોકો ઘાયલ

સોર્સ: gstv

પૂર્વીય બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આશરે 50 વાહનો એકબીજા સાથે અથડાતાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે, જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. રાજધાની સોફિયાને પૂર્વીય શહેર બર્ગાસ સાથે જોડતા A1 હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને રસ્તો જોવામાં મુશ્કેલી પડતાં અનેક કાર અને ટ્રકો એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બલ્ગેરિયાના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન રુમેન રાદેવે આ ઘટનાને મોટી માનવ ત્રાસદી ગણાવી ગંભીર રીતે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા વિશેષ વિમાનો તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત