Video: નિકોલમાં પતિ બન્યો હેવાન; સરાજાહેર પત્ની પર છરીનાં ઉપરાછાપરી ઘા ઝિંક્યા, જુઓ ઘટનાના હચમચાવતા CCTV
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં પતિએ પત્ની પર ઘાતકી હુમલો કરતાં પત્ન
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં પતિએ પત્ની પર ઘાતકી હુમલો કરતાં પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. પોલીસે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
હુમલાખોર પતિ મયંક પટેલની અટકાયત
પ્રાપ્ત માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં પતિએ સરાજાહેર પત્નીનાં ગળા અને હાથના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝિંકયા હતા. પતિ મયંક પટેલએ આવેશમાં આવી પત્ની પર જીવલેણ હુમલો કરતાં યુવતીનાં પિયર પક્ષના લોકોએ તેણીને બચાવી હતી. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. હાલ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. નિકોલ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ શરૂ કરી આરોપી હુમલાખોર પતિ મયંક પટેલની અટકાયત કરી છે.
સાસરિયાથી કંટાળી યુવતી પિયર રહેતી હતી
છેલ્લા દોઢ વર્ષથી પતિ-પત્ની પ્રેમલગ્ન કરી સાથે રહેતા હતા, પણ યુવતીને સાસરિયા પક્ષ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતા છેલ્લા ચાર મહિનાથી યુવતી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. સાંજના સમયે યુવતી કામ માટે બહાર નીકળતા મયંકએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીના માતા પિતા દ્વારા અગાઉ પણ આરોપી અને તેના ઘરના સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.








