ICC મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ટીમો
સોર્સ: Google
અત્યાર સુધી ફક્ત ચાર ટીમોએ ICC મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે. આમાંથી ફક્ત એક જ ટીમે એક કરતા વધુ વખત ટાઈટલ જીત્યું છે.
સોર્સ: Google
વેસ્ટ ઈન્ડિઝ એવી ટીમોમાં સામેલ છે જેમણે ICC મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે એક વખત ટાઇટલ જીત્યું છે.
સોર્સ: Google
2016 T20 વર્લ્ડ કપમાં, વેસ્ટ ઈન્ડિઝે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું હતું. જોકે, વેસ્ટ ઈન્ડિઝ ત્યારથી ફાઇનલમાં નથી પહોંચ્યું.
સોર્સ: Google
ઈંગ્લેન્ડ પણ T20 વર્લ્ડ કપ જીતનાર થોડી ટીમોમાં સામેલ છે. ઈંગ્લેન્ડે 2009 માં તેનો પહેલો અને એકમાત્ર T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો.
સોર્સ: Google
ઈંગ્લેન્ડે મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ એડિશનની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સોર્સ: Google
ન્યુઝીલેન્ડે પણ એક વખત ICC મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો છે. ન્યુઝીલેન્ડે 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો.
સોર્સ: Google
2024માં કિવી ટીમ સાઉથ આફ્રિકાને 32 રનથી હરાવીને ચેમ્પિયન બની હતી.
સોર્સ: Google
ઓસ્ટ્રેલિયા એ ટીમ છે જેણે ICC મહિલા T20 વર્લ્ડ કપ સૌથી વધુ વખત જીત્યો છે.
સોર્સ: Google
ઓસ્ટ્રેલિયાએ એક કે બે વાર નહીં, પરંતુ છ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં આ ટાઈટલ જીત્યું હતું.
સોર્સ: Google
વધુ વેબ સ્ટોરીઝ
બધી સ્ટોરીઝ