Anil Ambaniની વધી મુશ્કેલી, ઘર અને અન્ય સ્થળો પર CBIના દરોડા
Anil Ambani ની મુશ્કેલીઓ વધી રહી છે. ED ની પૂછપરછ પછી, CBI 17,000 કરોડ રૂપિયાના બેંક ક

Anil Ambani ની મુશ્કેલીઓ વધી રહી છે. ED ની પૂછપરછ પછી, CBI 17,000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડ કેસમાં અનિલ અંબાણી સાથે સંબંધિત પરિસરમાં તપાસ કરી રહી છે. CBI સવારે 7 વાગ્યાથી અનિલ અંબાણીના ઘરે દરોડા પાડી રહી છે. 7 થી 8 CBI અધિકારીઓ સવારે 7 વાગ્યાથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સમય દરમિયાન અનિલ અંબાણી તેમના પરિવાર સાથે ઘરે હાજર છે.
સવારે 7 થી 8 વાગ્યાની આસપાસ અધિકારીઓ કફ પરેડ સીવિન્ડ ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને ત્યારથી શોધખોળ ચાલુ છે. અનિલ અંબાણી અને તેમનો પરિવાર નિવાસસ્થાને હાજર છે. અગાઉ, ED દ્વારા અનિલ અંબાણીની પૂછપરછ કરવામાં આવી હતી.
જાહેરાત




