BUDGET 2026/ 'ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર', નાણામંત્રીના ભાષણની મોટી વાતો

BUDGET 2026/ big things from the Finance Minister's speech | નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને આજે લોકસભામાં મોદી સરકાર 3.0 ના કાર્યકાળનું ત્રીજું અને

BUDGET 2026/ 'ભારત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર', નાણામંત્રીના ભાષણની મોટી વાતો

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને આજે લોકસભામાં મોદી સરકાર 3.0 ના કાર્યકાળનું ત્રીજું અને પોતાના કાર્યકાળનું ૯મું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણની શરૂઆતમાં જ નાણામંત્રીએ ભારતીય અર્થતંત્રની મજબૂતીનો હુંકાર ભર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત ખૂબ જ જલ્દી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા જઈ રહ્યું છે.

ભાષણની મુખ્ય હાઈલાઈટ્સ

જાહેરાત
  • આ યુવા-સંચાલિત બજેટ છે, જે ખેડૂતો, ગરીબો અને સામાન્ય માણસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
    સરકારનું ધ્યાન મહેસૂલ ખાધ ઘટાડવા પર રહ્યું છે.
  • ઉત્પાદકતા, વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરવા અને સબકા વિકાસ અને સબકા સાથ તરફ કામ કરવા પર છે.
  • માળખાગત વિકાસ મુખ્ય છે અને રોકાણ આકર્ષવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રોજગાર સર્જન અને વ્યવસાયિક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
  • સરકારનું ધ્યાન જાહેર રોકાણ પર છે, જે ત્રણ મુખ્ય આર્થિક વિકાસ ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  • EMS PLI ને ₹40,000 કરોડ સુધી વધારવાનો પ્રસ્તાવ.
  • તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં દુર્લભ પૃથ્વી ખનિજો માટે કોરિડોર બનાવવામાં આવશે.
  • MSME ગ્રોથ ફંડ માટે ₹10,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • સીતારમણે કહ્યું, "અમે ISM 2.0 શરૂ કરી રહ્યા છીએ. આ સેમિકન્ડક્ટર ઉત્પાદનને વેગ આપશે."
  • ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ₹40,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • ભારત 'VISTAAR' કાર્યક્રમની શરૂઆત કરાશે

  • મહિલાઓ માટે SHE માર્ટ બનાવાશે, ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ
  • મત્સ્ય પાલન માટે 500 અમૃત જળાશયનો પ્રસ્તાવ 
  • નવી રાષ્ટ્રીય ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટનો પ્રસ્તાવ 
  • દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલના નિર્માણ કરાશે 
  • ઓડિશા, કર્ણાટક અને કેરળમાં ટર્ટલ ટ્રેલ બનશે 
  • 10000 ગાઈડ માટે ટ્રેનિંગ સેન્ટર બનશે 
  • આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં બર્ડ ટ્રેલ બનશે 
  • લોથલ-ધોળાવીરા સહિતના 15 ઐતિહાસિક સ્થળોનો વિકાસ કરાશે
  • આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી 
  • મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે. 
  • મેગા ટેક્સટાઈલ પાર્ક ઊભા કરાશે 
  • મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના શરૂ કરાશે 
  • 200 વારસાઓની કાયાકલ્પ કરાશે. 
  • 1 હજારથી વધુ ક્લિનિકલ સાઈટ તૈયાર કરાશે 
  • ટીયર-2 અને ટીયર-3ના શહેરોનો વિકાસ કરાશે 
  • માળખાકીય સુવિધાઓ માટે 12.2 લાખ કરોડથી વધુની ફાળવણી 
  • MSMEને પ્રોત્સાહિત કરવા 10000 કરોડની ફાળવણી 
  • ગ્લોબલ બાયો ફાર્મા સેન્ટર માટે 10000 કરોડની ફાળવણી 
  • વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે 
  • દરિયાઈ વિમાનનું ભારતમાં નિર્માણ કરાશે 
  • દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે. 
  • 7 હાઈસ્પીડ રેલવે કોરિડોરની શરૂઆત કરાશે
  • 5 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોના વિકાસ પર ભાર મૂકાશે 
  • એનઆરઆઈ હવે ભારતીય શેરબજારમાં રોકાણ કરી શકશે
  • PROIમાં રોકાણની મર્યાદા 10 ટકાથી વધારી 20 ટકા કરાઈ. 
  • AI મિશન હેઠળ ઉદ્યોગોને મદદ કરવામાં આવશે. 
  • 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરાશે. 
  • દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIA બનશે. 
  • કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે. 
  • જામનગરમાં WHOના કેન્દ્રને અપગ્રેડ કરાશે. 
  • દેશમાં 5 યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ કરાશે. 
  • મહિલાઓ માટે SHEની જાહેરાત 
  • નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન અને સહાય આપીને ચેમ્પિયન બનાવાશે 
  • ઇક્વિટી સપોર્ટ
  • ₹10,000 કરોડનું સમર્પિત SME વિકાસ ભંડોળ શરૂ કરાશે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત