VIDEO: ફિલ્મ શૂટિંગ દરમિયાન હોલીવુડ સ્ટારે કર્યો ઇસ્લામનો સ્વીકાર, મસ્જિદમાં નમાઝ પઢતો વીડિયો Viral
Giancarlo Esposito converts Islam: પ્રખ્યાત હોલિવૂડ એક્ટર જ

Giancarlo Esposito converts Islam: પ્રખ્યાત હોલિવૂડ એક્ટર જિયાનકાર્લો એસ્પોસિટો અત્યારે પોતાનો ધર્મ બદલવાને કારણે ભારે ચર્ચામાં છે. 'બ્રેકિંગ બેડ' અને 'ધ બોયઝ' જેવી લોકપ્રિય સિરીઝમાં શાનદાર અભિનય કરી ચૂકેલા આ અભિનેતાએ સત્તાવાર રીતે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે. મળતી માહિતી મુજબ, જિયાનકાર્લો એસ્પોસિટોએ સાઉદી અરેબિયામાં પોતાની આગામી ફિલ્મ '7 ડોગ્સ'ના શૂટિંગ દરમિયાન ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સની હાજરીમાં શહાદા એટલે કે ઇસ્લામ સ્વીકારવાનો કલમો પઢી હતી.
સાઉદી અરેબિયાના અધિકારીએ વીડિયો શેર કરી આપી માહિતી
આ સમાચારની પુષ્ટિ સાઉદી અરેબિયાની જનરલ એન્ટરટેઇનમેન્ટ ઓથોરિટીના ચેરમેન તૂર્કી અલ-શેખ દ્વારા કરવામાં આવી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જિયાનકાર્લો થોડા લોકો સાથે મસ્જિદમાં નમાજ અદા કરતા જોવા મળી રહ્યો છે.
ફિલ્મ શૂટિંગ દરમિયાન ઇસ્લામનો સ્વીકાર
તૂર્કી અલ-શેખે કેપ્શનમાં જણાવ્યું કે, જાણીતા અભિનેતા સાઉદી અરેબિયામાં પોતાની ફિલ્મ '7 ડોગ્સ' પર કામ કરી રહ્યો હતો અને ત્યાંના વાતાવરણથી પ્રભાવિત થઈને તેણે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો છે. જિયાનકાર્લોના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
નમાજ પઢતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
તૂર્કી અલ-શેખે વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'ગઈકાલે '7 ડોગ્સ' અને 'બ્રેકિંગ બેડ' સ્ટાર જિયાનકાર્લો એસ્પોસિટોએ શહાદા પઢ્યા અને મસ્જિદમાં પોતાની ફિલ્મના કાસ્ટ અને ક્રૂ સાથે નમાજ અદા કરી હતી. સાઉદી અરેબિયામાં શૂટિંગ દરમિયાન મુસ્લિમો સાથેના સારા અનુભવો અને વાતચીતથી પ્રભાવિત થઈને તેમણે આ કદમ ઉઠાવ્યું છે. અલ્લાહનો લાખ-લાખ શુક્ર છે.'
ઉલ્લેખનીય છે કે, શહાદા એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની એક પવિત્ર પ્રક્રિયા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
હોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક મોટું અને જાણીતું નામ
જિયાનકાર્લો એસ્પોસિટો મનોરંજન જગતનું એક ઘણું મોટું અને પ્રતિષ્ઠિત નામ છે, તે છેલ્લા કેટલાય દાયકાઓથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેને 'બ્રેકિંગ બેડ', 'બેટર કોલ સોલ', 'ધ માંડલોરિયન', 'ધ બોયઝ', 'ડૂ ધ રાઇટ થિંગ' અને 'ગોડફાધર ઓફ હાર્લેમ' જેવા સુપરહિટ શો અને ફિલ્મોમાં તેની લાજવાબ એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે.






