Video: સોનમર્ગમાં ગુજરાતીઓનો અકસ્માત ભોગ

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. ગુજરાતથી ફરવા ગયેલા પ્રવાસીઓનો ટેમ્પો ટ્રાવેલર અચાનક ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદ અને સુરતના ૧૮ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ૬ પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બનતાં જ સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવના સમાચાર મળતાં જ અમદાવાદમાં રહેતા પ્રવાસીઓના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. હાલ અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત