Video: દિવાળીના પાંચ દિવસોમાં અમદાવાદ શહેરમાંથી રેકોર્ડબ્રેક ૧૯,૫૦૦ મેટ્રિક ટન કચરો એકત્ર થયો, ગત વર્ષની સરખામણીએ ૧૫ ટકાનો વધારો

મળતી માહિતી મુજબ, દિવાળીના પાંચ દિવસોમાં અમદાવાદ શહેરમાંથી કુલ 19 હજાર 500 મેટ્રિક ટન કચરો એકત્ર કરીને તેનો સફળ નિકાલ કરાયો છે. જેમાં એકલા દિવાળીના દિવસે 5 હજાર 312 મેટ્રિક ટન અને બેસતા વર્ષના દિવસે 5 હજાર 160 મેટ્રિક ટન કચરો નીકળ્યો હતો. ગત વર્ષના 12 હજાર 980 મેટ્રિક ટનની સરખામણીએ આ વર્ષે કચરાના ઉત્સર્જનમાં 15 ટકાનો મોટો વધારો નોંધાયો છે. આટલી મોટી માત્રામાં ફેલાયેલા કચરાને સાફ કરવા માટે 9 હજાર 500 વધુ કાયમી સફાઈ મિત્રો 2 હજાર 500થી વધુ આરડબ્લ્યુએ કામદારો તેમજ રાત્રિ સફાઈ અને ફટાકડાની સફાઈ માટે ખાસ 150થી વધુ ડેડિકેટેડ ટીમો તૈનાત કરવામાં આવી હતી, જેમણે દિવસ-રાત મહેનત કરીને શહેરને સ્વચ્છ રાખ્યું હતું.
જાહેરાત







