Video: દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને પગલે અમદાવાદ રેલવે ડિવિઝનમાં મુસાફરોની સંખ્યામાં મોટો વધારો

સોર્સ: gstv

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને પગલે અમદાવાદ સહિત રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. 1થી 10 નવેમ્બર દરમિયાન અમદાવાદ રેલવે ડિવિઝન પરથી કુલ 14.07 લાખ લોકોએ મુસાફરી કરી હતી. જેમાં માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન પરથી જ 5.36 લાખ મુસાફરોએ અવરજવર કરી હતી. જ્યારે સાબરમતી સ્ટેશન પરથી 2.24 લાખ અને અસારવા સ્ટેશન પરથી 92 હજાર લોકોએ મુસાફરી કરી હતી. તહેવારો દરમિયાન મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા RPF સહિતની વિવિધ એજન્સીઓ સતત દેખરેખ રાખી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત