Video: કોરોનાનો નવો વેરિયન્ટ PJ.2.1 ચર્ચામાં, વૈજ્ઞાનિકોએ આપ્યું 'સિકાડા' નામ

સોર્સ: gstv

વિશ્વભરમાં કોરોનાવાયરસના એક નવા અને ઝડપથી ફેલાતા 'PJ.2.1' વેરિયન્ટે દસ્તક દીધી છે, જેને વૈજ્ઞાનિકોએ અનૌપચારિક રીતે 'સિકાડા' નામ આપ્યું છે. સૌથી પહેલા આ નવો વાયરસ મે 2026માં કેનેડામાં નોંધાયો હતો અને હવે તે અમેરિકા, યુરોપ તથા એશિયાના કેટલાક ભાગો સહિત કુલ 8 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. જોકે, રાહતની વાત એ છે કે નિષ્ણાતોના મતે આ નવો વાયરસ વધુ ઘાતક નથી અને તેનો ફેલાવો અત્યંત ઝડપી હોવાની પણ પુષ્ટિ થઈ નથી, જેથી ડરવાને બદલે માત્ર સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. વર્તમાન સ્થિતિ મુજબ ભારતમાં આ નવા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, છતાં આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત