ભાજપની આંતરિક ટાંટિયા ખેચ 2027 માં નુકસાન કરશે?

ભાજપની આંતરિક ટાંટિયા ખેચ 2027 માં નુકસાન કરશે?
તસવીર: jatin Barot gstv news
આ સમાચાર સાંભળો

દિવાળી પૂર્ણ થઈ અને ભાજપ ફરી એક વખત કામે લાગી ગયું છે. કારણકે ભાજપને ફરી એક વખત 2022 વિધાનસભા ચૂંટણી મુજબનું પરિણામ જોઈએ છે. પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ભાજપનો આંતરિક જૂથવાદ જ ભાજપને તે લક્ષ સુધી નહીં પહોંચવા દે ભાજપના ચાલતા ગણ-ઘણાટ મુજબ ફરી એક વખત એ જ સ્થિતિ આવીને ઊભી રહેશે કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને ભાજપની જીત જે સંખ્યા સાથે મળતી એ સંખ્યાની આસપાસ ભાજપને જીત મળી શકે છે 

ભાજપમાં ગણઘણાટ ચાલી રહ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 115 થી 120 સીટો હાંસલ થઈ શકે તેની પાછળ સૌથી મોટું કારણ કે ભાજપનો જૂથવાદ હાલમાં ગુજરાત ભાજપમાં સક્રિય જૂથોની વાત કરીએ તો અમિત શાહ જૂથ, સૌથી વધારે સક્રિય છે. પરંતુ તેના જૂથના નેતાઓની સામે ભાજપના જ કેટલાક નેતાઓ સક્રિય છે. 

જાહેરાત

ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નું જૂથ અલગ છે. તો તેની સામે પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી નું જૂથ અલગ છે. ભાજપના કાર્યકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે જગદીશ વિશ્વકર્મા અને વી રત્નાકર વચ્ચે રાજકીય ગજગ્રાહ છે. જેની સીધી અસર સંગઠનના કામકાજ પર પડી રહી છે. 

તો બીજી તરફ સરકારના પણ કેટલાક મંત્રીઓ અલગ રીતે કામ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી સંગઠન જાણે કે નિષ્ક્રિય હોય તેવી સ્થિતિ નજરે પડી રહી છે. કારણકે  સામાન્ય બાબતોમાં પણ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી એકબીજાને ખો આપતા હોય તેવુ ભાજપના જ કાર્યકર્તાઓ કહી રહ્યા છે. તો આગામી ચૂંટણી દરમિયાન ટિકિટ વેચણી માટે પણ ભાજપના અલગ અલગ જૂથો સામસામે આવી જશે. કારણકે થોડા સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માટે જે ખેચતાણ સર્જાઇ હતી તેવી જ સ્થિતિ ફરી એક વખત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. આમ વિવિધ કારણોસર ભાજપને નુકસાન થશે અને તેનો સીધો લાભ અન્ય પાર્ટીઓને મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત