Video: જંબુસરમાં નૂતન વર્ષના પાવન અવસરે ધાર્મિક આસ્થાનો અનોખો સંગમ: મહાકાળી મંદિરે ભવ્ય મહાઅન્નકૂટનું આયોજન કરાયું

નૂતન વર્ષાભિનંદનના આ શુભ દિવસે મહાકાળી મંદિર ખાતે યોજાયેલા મહાઅન્નકૂટના ભવ્ય આયોજનથી આખો વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ માતાજીનાં આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવીને પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને ઉત્તરોત્તર પ્રગતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મહાઅન્નકૂટના આ ધાર્મિક આયોજન થકી સમગ્ર મંદિર પરિસરમાં શ્રદ્ધા અને ઉત્સાહનું વાતાવરણ છવાયું હતું, અને ભક્તોએ નવું વર્ષ સૌના જીવનમાં મંગલકારી નીવડે તેવી કામના કરી હતી. જંબુસરમાં નૂતન વર્ષના પાવન અવસરે ધાર્મિક આસ્થાનો અનોખો સંગમ: મહાકાળી મંદિરે ભવ્ય મહાઅન્નકૂટનું આયોજન કરાયું
જાહેરાત







