Video: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વરમાં યુવા સંવાદ કાર્યક્રમ

સોર્સ: gstv

અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ મુકેશ રાઠવાએ યુવાનો સાથે સંવાદ સાધ્યો હતો અને ભગવાન બિરસા મુંડાના સંઘર્ષમય જીવન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાના જતન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રનિર્માણમાં જનજાતીય સમાજના અમૂલ્ય યોગદાનને યાદ કરી યુવાનોને સમાજના ગૌરવશાળી વારસાથી પરિચિત કરાયા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત