Video: બાઈકચાલકનું ડુક્કર આડું આવતા મોત

સોર્સ: gstv

અમરેલીના રાજુલા તાલુકાના માંડળ ગામ પાસે એક વિચિત્ર અને દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં માંડળથી રાજુલા માર્ગ પર પોતાના ઘરેથી દુકાન તરફ જઈ રહેલા બાઈક ચાલક સામે અચાનક જ ડુક્કર આડું ઉતરતા સર્જાયેલી ગંભીર ટક્કરમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ગઈકાલે બનેલી આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કૈદ થઈ ગઈ હતી, જેના હૃદયદ્રાવક દ્રશ્યો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત