Video: અરવલ્લીમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ સપ્તાહની ભવ્ય ઉજવણી, ૧૧ થી ૧૮ નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

અરવલ્લીના સાંસદ શોભના બારૈયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સપ્તાહ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં ભવ્ય યુવા સંમેલન, મહિલા સંમેલન તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલનોનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ અને નવાં ભૂમિપૂજન જેવા વિકાસ કાર્યો પણ સંપન્ન થશે, જેનાથી સમગ્ર આદિવાસી અંચલમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
જાહેરાત







