Video: શોર્ટ સર્કિટના કારણે કપડાની દુકાનમાં આગ

અમીરગઢમાં શોર્ટ સર્કિટના કારણે એક કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં દુકાનમાં રહેલો તમામ સામાન અને કપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં, જેના પગલે મસમોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતાં દુકાનમાલિક હૃદયદ્રાવક રીતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તુરંત દોડી આવી શટરનું તાળું તોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા તેમજ જીઇબી અને પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો;
જાહેરાત








