Video: દાહોદના પ્રવેશદ્વાર પાસે અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત

સોર્સ: gstv

દાહોદ શહેરના પ્રવેશદ્વાર અને ઇન્દોર હાઇવેને જોડતા જંક્શન પર અકસ્માત સર્જાયો હતો..જેમાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. અહીં એક કારની પાછળ બીજી કાર ઘૂસી ગઈ હતી..જેના કારણે બન્ને કારને નુકસાન પહોંચ્યું હતું.., પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે દાહોદને ઈંદોર હાઈવેને જોડતો જંક્શન વિસ્તાર અકસ્માતની દૃષ્ટિએ અત્યંત જોખમી બની રહ્યો છે.. અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, જેથી આવા અકસ્માતો અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને કડક સાવચેતી રાખવી અનિવાર્ય બની ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત