Video: ભાઈબીજે બહેનોને ફ્રી મુસાફરી

સોર્સ: gstv

અમદાવાદમાં આજે ભાઈબીજના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ નિમિત્તે AMTS દ્વારા શહેરની બહેનો માટે એક વિશેષ ભેટ જાહેર કરવામાં આવી છે. બહેનો આજે આખો દિવસ AMTS બસોમાં તદ્દન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. અત્યાર સુધી માત્ર રક્ષાબંધનના દિવસે જ બહેનોને ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવતી હતી. જોકે, આ વર્ષે પ્રથમ વખત ભાઈબીજના દિવસે પણ આ યોજના અમલી બનાવાઈ છે. આ નિર્ણયને પગલે સવારથી જ મોટી સંખ્યામાં બહેનો AMTS બસોમાં ઉત્સાહભેર મુસાફરી કરતી નજરે પડી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત