Gujarat news: ST બસ ભાડામાં 3 ટકાનો વધારો; આજ મધરાતથી કરાશે લાગુ, 27 લાખ મુસાફરોને અસર
નવા વર્ષની શરૂઆત ટાણે જ લોકો પર વધુ એક વાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરક

નવા વર્ષની શરૂઆત ટાણે જ લોકો પર વધુ એક વાર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગુજરાત એસટી ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજ મધ્યરાત્રિથી જ આ ભાવ વધારો અમલમાં આવશે.
27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ થઈ જશે જેથી 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધશે. મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ભાડામાં વધારો કરવામાં આવ્યો હોય તેવું જણાવવામાં આવ્યું છે.
જાહેરાત








