Video: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસથી વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના રાજકીય અને વહીવટી માળખાને લઈને મહત્વપૂર્ણ બેઠકો યોજશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન ગુજરાત સરકાર અને સંગઠનના હોદ્દેદારો સાથે ખાસ બેઠક કરશે. રાત્રિ રોકાણ દરમિયાન રાત્રિભોજન સાથે આયોજિત આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે. આ ઉપરાંત આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓની કામગીરી અંગેની રિવ્યુ બેઠક પણ લેવામાં આવશે. વડાપ્રધાન અને અમિત શાહના ટુંકાગાળામાં થયેલા ગુજરાત પ્રવાસ ઘણા સંકેત આપે છે.
જાહેરાત







