Video: દેશની પ્રથમ દીકરી તારા સિંગનું સોમનાથમાં સ્વાગત

ગીર સોમનાથ ખાતે તારા સિંગનું આગમન થયું છે, જેઓ દેશભરમાં બાર જ્યોતિર્લિંગ અને ચારધામની દુર્ગમ પગપાળા યાત્રા માટે નીકળ્યા છે. યાત્રા દરમિયાન તેમની સાથે પદયાત્રા કરનારા સાથીઓ અને સાયકલ યાત્રા કરનારા પ્રવાસીઓનું પ્રાંચી ખાતે સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના ભોજન અને રાત્રિ રોકાણની સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સવારે વહેલા ઉઠીને તારા સિંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. દર્શન બાદ તેમણે વિશ્વ કલ્યાણની સાથે સાથે દેશ વ્યસનમુક્ત બને તેવી ભાવના વ્યક્ત કરી સોમનાથ મહાદેવને વિશેષ પ્રાર્થના કરી હતી. તારા સિંગને ભારતની પ્રથમ દીકરી કહેવામાં આવે છે કારણ કે તેઓ દેશના ઇતિહાસમાં એવી પ્રથમ વ્યક્તિ છે, જેમણે એકલા પગપાળા જઈને તમામ બાર જ્યોતિર્લિંગ અને ચારધામની ખૂબ જ દુર્ગમ અને પવિત્ર યાત્રા પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું છે.








