VIDEO: વડોદરાની સાવલી નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી
વડોદરાની સાવલી નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભીષણ ગરમીમાં જ્યારે

વડોદરાની સાવલી નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભીષણ ગરમીમાં જ્યારે વીજ પુરવઠાની માંગ ચરમસીમાએ છે, ત્યારે સાવલીના અનેક વિસ્તારોમાં ભરબપોરે સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે. ઉર્જા બચાવવાના સંદેશા આપતું તંત્ર પોતે જ વીજળીનો બિનજરૂરી બગાડ કરી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોના વેરાના પૈસાનો આ રીતે ધુમાડો થતા 'પાલિકા કોના પૈસે દિવાળી કરી રહી છે' તેવો સવાલ ઉઠ્યો છે. આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
જાહેરાત







