Video: જામનગરમાં દીપક ટોકીઝથી ચાંદી બજાર સુધીનો આરસીસી રોડ બનાવવાની કામગીરી મુલતવી રાખવા વેપારીઓ અને સ્થાનિકોની મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત

વેપારીઓના જણાવ્યા અનુસાર, આગામી ૧૫ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધીના સમયગાળામાં રોડ બંધ રહેવાથી માલસામાનની હેરાફેરી અને સપ્લાય વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જશે. અગાઉથી જ બજારમાં મંદીનું વાતાવરણ હોવાથી આ નવરાશના કે તહેવારોના દિવસોમાં ધંધાને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. મુખ્ય પોસ્ટ ઓફિસ અને ધાર્મિક સ્થળો પાસે પણ અવરજવર પ્રભાવિત થશે. આથી, મોટો રોડ બનાવવાને બદલે હાલ માત્ર માઇનર પેચવર્ક કરવામાં આવે અને સ્થળની વાસ્તવિક સ્થિતિ ચકાસીને જ નિર્ણય લેવામાં આવે તેવી ભારપૂર્વક અપીલ કરાઈ છે.
જાહેરાત







