Video: મકતુપુરના દરિયાકાંઠેથી પ્રાચીન મૂર્તિઓ જેવા પથ્થર મળ્યાં

સોર્સ: gstv

જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આવેલા મકતુપુરના દરિયાકિનારે વિશેષ પથ્થરો મળી આવતા ભારે કુતુહલ સર્જાયું છે..અહીં એક ખાડામાંથી નંદીજી અને કૂર્મ એટલે કે કાચબાના આકાર જેવા જણાતા ખંડિત પથ્થરના અવશેષો જોવા મળતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. દરિયામાં ઓટ આવવાના કારણે પાણી દૂર ખસી જવાથી પથ્થરો પર થયેલી અદ્ભુત કોતરણી જેવા દૃશ્યો બહાર આવ્યા હતા, જે માંગરોળ સહિત આસપાસના વિસ્તારોમાંથી ફરવા આવતા સહેલાણીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરિયાની ગોદમાં કોઈ પ્રાચીન મંદિર કે સદીઓ જૂનો ઐતિહાસિક વારસો ધરબાયેલો હોવાની શક્યતાને લઈને સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે, તો બીજી તરફ આ પથ્થરો કુદરતી રચના છે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ આ અવશેષોની પ્રાચીનતા કે ઐતિહાસિક મહત્ત્વ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ દરિયાકિનારે પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ સ્થળની મુલાકાત લઈને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા પ્રબળ માંગ ઉઠી છે. આ અવશેષોની વૈજ્ઞાનિક તપાસ બાદ જ ખરેખર અહીં કોઈ પ્રાચીન ઇતિહાસ છુપાયેલો છે કે કેમ તેનું રહસ્ય બહાર આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત