Video: ભુજમાં ફાયર બ્રિગેડનું ૧૧ કલાકનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન: રતીયા અને સુખપર ગામની સીમમાં ૧૧૦ ફૂટ ઊંડા કૂવામાંથી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો

સોર્સ: gstv

કૂવો ૧૦૦ થી ૧૧૦ ફૂટ ઊંડો હોવાની સાથે તેમાં ૧૭ ફૂટ પાણી અને ભારે ઝાડી-ઝાંખરાં તેમજ બાવળિયા હોવાથી રેસ્ક્યૂ સાધનો ફસાઈ જવાની મુશ્કેલી ઊભી થઈ હતી. અંડરવૉટર કેમેરાની મદદથી લોકેશન મેળવ્યા બાદ પ્રથમ દિવસે અંધારું થતાં ઓપરેશન સ્થગિત કરાયું હતું. બીજા દિવસે ક્રેન અને ડી-વૉટરિંગ મોટર દ્વારા પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારબાદ બે સાહસિક ફાયરમેનોએ કમરે દોરડા બાંધીને કૂવામાં ૪૫ મિનિટ સુધી લટકીને અદ્ભુત બહાદુરી સાથે મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત