Video: દિવાળી વેકેશનમાં કચ્છનાં પ્રવાસન સ્થળો હાઉસફુલ, લાખો પ્રવાસીઓ ઉમટી પડ્યા

સોર્સ: gstv

દિવાળી વેકેશનને પગલે કચ્છમાં દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. સફેદ રણથી લઈને લખપત સુધીનાં પ્રવાસન સ્થળો સહેલાણીઓથી ઉભરાઈ રહ્યાં છે. જિલ્લાનું મુખ્ય મથક ભુજ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આયના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, નારાયણ સરોવર, કોટેશ્વર અને માતાના મઢ સહિતનાં સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કચ્છની ઐતિહાસિક વિરાસત અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે. પ્રવાસન વિભાગના પ્રયાસો અને 'ખુશ્બુ ગુજરાત કી' અભિયાનને પગલે કચ્છના પ્રવાસનને નવી ઓળખ મળી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત