Video: લાઇબ્રેરી લોકાર્પણના ૩ મહિના બાદ પણ બંધ

સોર્સ: gstv

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ.7.71 કરોડના ખર્ચે નિર્મિત અને ગત ૨ ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરાયેલી અદ્યતન સેન્ટ્રલ લાઇબ્રેરી ત્રણ મહિનાનો સમય વીતી જવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી નથી, જેમાં પાંચ લાખ પુસ્તકોની ક્ષમતા, RFID ડિજિટલ સિસ્ટમ, વાઇફાઇ અને 24 કલાક વાંચન તથા એકસાથે એક હજાર વિદ્યાર્થીઓ બેસી શકે તેવી સુવિધાઓ હોવા છતાં પુસ્તકો શિફ્ટ કરવાની કામગીરીના વિલંબના કારણે વિદ્યાર્થીઓ આ લાભથી વંચિત રહ્યા છે, જોકે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીના દાવા મુજબ આગામી દિવાળી વેકેશન બાદ આ નવી લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે વિધિવત ખુલ્લી મુકવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત