Video: ઊંઝામાં વીજ કંપનીની ઘોર બેદરકારી

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં રામ બાગ સ્કૂલ પાસે UGVCLની ઘોર બેદરકારી સામે આવી છે..અહીં અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટે રાખવામાં આવેલા ખુલ્લા અને ઊંડા ખાડામાં અચાનક એક ગાય ફસાઈ જવાની ઘટના સામે આવી છે. ગાય ખાડામાં પડી જતા સ્થાનિક લોકો તેને બચાવવા માટે એકત્ર થઈ ગયા હતા અને ભારે જહેમત શરૂ કરી હતી. આ અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવતા તાત્કાલિક JCB મશીનની મદદ લેવામાં આવી હતી અને સ્થાનિકોના સહકારથી આશરે એક કલાકની લાંબી મહેનત બાદ ગાયને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. ઊંઝા શહેરમાં અંડરગ્રાઉન્ડ કામગીરી બાદ ખુલ્લા રખાયેલા આવા મોટા ખાડાઓના કારણે અગાઉ પણ અનેક મુશ્કેલીઓ સર્જાઈ ચૂકી છે અને હજુ પણ આ સમસ્યા યથાવત હોવાથી સ્થાનિક રહીશોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત






