Video: પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શંકરાચાર્યની ઉપસ્થિતિમાં 10 દિવસીય યજ્ઞ

મહેસાણાના વડનગર સ્થિત પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વશાંતિ મહાયજ્ઞનો પ્રારંભ થયો છે. કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય જગદગુરુ પૂજ્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. 11 નવેમ્બરથી શરૂ થયેલો આ મહાયજ્ઞ આગામી 10 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવશે. વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિની કામના સાથે ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.
જાહેરાત





