Video: ભરૂચના માતર ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો: ગુજરાતના ૫૨ લાખથી વધુ ખેડૂતોને ૨૪મા હપ્તાની આર્થિક સહાય વિતરિત.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ સંબોધન ખેડૂતોએ નિહાળ્યું હતું. આ યોજના અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં DBT મારફતે ૨૪મા હપ્તાની રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય જમા થઈ છે, જ્યારે ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાય મળી છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
જાહેરાત







