Video: પીએમ મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે રાત્રે સાડા આઠ વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ ગાંધીનગરના લોકભવન પહોંચશે..PM મોદી સાંજે ગાંધીનગરમાં મહત્વની બેઠક કરશે...તેઓ ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. આ માટે તમામ મંત્રીઓને સાંજે 7 વાગ્યે ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના અપાઈ છે...આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક મહત્વપૂર્ણ મનાઈ રહી છે. ચૂંટણી પૂર્વે સરકાર અને સંગઠનની કામગીરી અંગે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.. PM મોદીની બેઠકને પગલે ગુજરાતના રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે.. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજ્ય સરકારના તમામ કેબિનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓ અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ સાથે વિશેષ ભોજન સમારંભ યોજાય તેવી ચર્ચાએ પણ જોર પકડયુ છે. વડાપ્રધાનની આ ડિનર ડિપ્લોમસી પર રાજકીય નિષ્ણાતોની નજર છે.. પીએમ મોદી લોકભવનમાં જ રાત્રિ રોકાણ કરશે. જો કે આવતીકાલનો તેમનો અંબાજીના પ્રવાસ રદ કરાયો છે..







