Video: રાજકોટમાં ભાજપના કોર્પોરેટર શૈલેષ વસાણી સામે ફરિયાદ, OBC પ્રમાણપત્ર બોગસ હોવાનો આક્ષેપ

સોર્સ: gstv

રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર શૈલેષ વસાણી સામે ચૂંટણી પંચમાં ગંભીર ફરિયાદ નોંધાતા રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના ઉમેદવાર સલીમભાઈ દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદમાં શૈલેષ વસાણીનું OBCનું પ્રમાણપત્ર બોગસ હોવાનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ ચૂંટણી ઉમેદવારી ફોર્મમાં અનેક જગ્યાએ સહી પણ ન કરી હોવાનો ખાસ ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા ફરિયાદ મળતા જ પ્રમાણપત્ર અને ફોર્મની વિગતોને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત