Video: મોંઘવારીનો માર: અમૂલ દૂધના ભાવમાં લિટરે ૨થી ૪ રૂપિયાનો વધારો અને ખાંડના ભાવ ૬૦ રૂપિયાને પાર પહોંચતા સામાન્ય જનતા પર બોજો

દૂધ અને ખાંડ મોંઘા થતાં હોટલ અને ચાની લારીઓના સંચાલકોના ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. જો કે, રાજકોટ ટી એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતો ચાના ભાવમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. અડધી ચાનો ભાવ હાલ ૧૫ રૂપિયા જ રહેશે, જે બે મહિના અગાઉ જ વધારવામાં આવ્યો હતો. તેમ છતાં, ઉત્તરોત્તર વધી રહેલી મોંઘવારીથી ત્રસ્ત નાગરિકોએ સરકાર સામે રોષ વ્યક્ત કરી ભાવ નિયંત્રણમાં લાવવા ઉગ્ર માંગ કરી છે.
જાહેરાત








