VIDEO : જેતપુરમાં દુઃખદ અકસ્માત, રમતા રમતા બાળકનું મોત
રાજકોટના જેતપુર તાલુકાના ચારણિયા ગામે હૃદયવિદારક ઘટના બની છે. અઢી વર્ષના માસૂમ બાળક સંદીપ સોલંકીનું

રાજકોટના જેતપુર તાલુકાના ચારણિયા ગામે હૃદયવિદારક ઘટના બની છે. અઢી વર્ષના માસૂમ બાળક સંદીપ સોલંકીનું પાણીની કુંડીમાં પડી જતાં મોત નીપજ્યું છે.શ્રમિક પરિવાર ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો ત્યારે રમતા રમતા બાળક પાણી ભરેલી કુંડીમાં ખાબકી ગયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકને તરત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.માસૂમના અકસ્માતી મોતથી સમગ્ર શ્રમિક પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે. જેતપુર તાલુકા પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.
જાહેરાત





