Video: દિવાળી વેકેશનના માહોલમાં સાબરકાંઠાના ટુરિસ્ટ પોઇન્ટ પર પર્યટકોનો ભારે ઘસારો, તિરુપતિ ઋષિવનમાં 8, 000થી વધુ મુલાકાતીઓ ઉમટ્યા

સાબરમતી નદીના કિનારે કુદરતી વાતાવરણમાં આવેલું આ ટુરિસ્ટ પોઇન્ટ તેની મનમોહક ગ્રીનરીથી લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યુ છે. અહીં એક જ જગ્યાએ વિવિધ રાઇડ, જંગલ સફારી, વિશ્વની અજાયબીઓની પ્રતિકૃતિઓ અને બટરફ્લાય ગાર્ડન જેવા આકર્ષક સ્થળો પ્રવાસીઓ માટે સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યા છે. ખાસ કરીને, અન્ય પાર્કોની વિપરીત અહીં બહારથી નાસ્તો અને જમવાનું અંદર લઈ જવાની છૂટ છે, જે બાબત પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષી રહી છે. મુલાકાતીઓ આખો દિવસ કુદરતના સાનિધ્યમાં પરિવાર સાથે હરવા-ફરવાની અને મજા માણવાની ઉત્તમ ક્ષણો માણી રહ્યા છે.
જાહેરાત






