Video: હિંમતનગરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી, મંત્રી અર્જુન મોઢવાડિયા રહ્યા ઉપસ્થિત

સોર્સ: gstv

સાબરકાંઠાના હિંમતનગરમાં જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સમાજના ગૌરવ અને સ્વાભિમાનને સમર્પિત આ કાર્યક્રમ દરમિયાન મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાના પ્રેરણાદાયી જીવન અને સંઘર્ષોને યાદ કરવામાં આવ્યા હતા. હિંમતનગરમાં યોજાયેલા આ યુવા સંવાદના માધ્યમથી ઉપસ્થિત યુવાનોમાં જનજાતિ સંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરા અને રાષ્ટ્રભાવનાનો વિશેષ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા યુવાનોને દેશ અને સમાજ માટે પ્રેરણા આપવાનો અનોખો પ્રયાસ કરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત