Video: સાબરકાંઠા બેંકના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર

સોર્સ: gstv

સાબરકાંઠા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીની જાહેરાત થતાં સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો વધ્યો છે. અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં પ્રાંત અધિકારીએ આગામી 6 નવેમ્બર 2026ના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. સાબરકાંઠા બેંકના હોલ ખાતે બપોરે એક વાગ્યે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં હાલનાં ચેરમેન હંસાબેન પટેલ અને વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોરના સ્થાને કોણ આવશે તેના પર સૌની નજર છે. બીજી તરફ, સભાસદોની યાદીમાં છેડછાડના વિવાદને લઈને અદાલતે વર્તમાન ચેરમેન હંસાબેન પટેલ સામે ફોજદારી કેસ કરવાનો આદેશ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. બેંકના 16 ડિરેક્ટરોમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ખુરશી મેળવવા લોબિંગ શરૂ થયાની ચર્ચા છે. આગામી અઢી વર્ષની મુદત માટે યોજાનારી આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રનાં સમીકરણો કેવો વળાંક લે છે તે જોવું મહત્ત્વનું રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત