Video: સુરતની લાજપોર જેલમાં હત્યાના આરોપીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત, જાણો પરિવારજનોએ શું કહ્યું
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં હત્યાના આરોપી હેમંત ઉ
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં હત્યાના આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર-42 માં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. આ ઘટના બુધવારે રાત્રે 8:20 વાગ્યાના આસપાસ બની, જેલ કર્મચારીઓએ રાઉન્ડ દરમિયાન તેને બેભાન હાલતમાં જોયો. આરોપી 2017થી કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં ધરપકડ થઈને જેલમાં બંધ હતો. આપઘાતનું કારણ હાલ સુધી સ્પષ્ટ નથી.
જાહેરાત






